સુરત: કામરેજના નવાગામ ના પટેલ પરિવાર પર ગઈકાલે સાંજે આભ ફાટ્યું જેવી ઘટના બની ,પરિવાર ના મોભી એવા 52 વર્ષીય બળવંત પટેલ ગઈકાલે સાંજે ડાયમંડ નગર થી નોકરી થી ઘરે પરત ફરી રહ્યા હતા દરમ્યાન સુરત થી કામરેજ તરફ આવતા માર્ગ પર સહકાર નગર પાસે ગળા માં પતંગ ની દોરી ફસાઈ ગઈ હતી અને ગળું કપાવા થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા , જોકે ઘટના સ્થળે પહોંચેલી 108 બળવંત ભાઈ ને હોસ્પિટલ તો લઈ ગઈ પરંતુ સારવાર મળે એ પહેલાજ બળવંત ભાઈ નું પ્રાણ પખેરુ ઉડી ગયું હતું.
ઉતરાણ આવતાજ આકાશ માં પતંગ ઉડતા દેખાવ માંડે છે ,અને લોકો પતંગ ઉડાડવાની મઝા માણતા હોઈ છે પરંતુ લોકો ની મઝા કેટલાક પરિવાર માટે સજા બની જતી હોય છે , નવાગામ ના પટેલ પરિવાર સાથે પણ આવુજ થયું છે , નોકરી પાર થી પરત ઘરે ફરતા બળવંત ભાઈ ને ખબર નહતી કે પતંગ ની દોરી ને કારણે ઘરે એમનો મૃતદેહ પહોંચવાનો છે , બળવંત ભાઈ ના પરિવારમાં દુઃખ સાથે સાથે ભારે રોષ્ પણ જોવા મળી રહ્યો છે , ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ છતાં દુકાનદારો ચોરી છુપી થી દોરી વેંચતા હોવાના ગંભીર આક્ષેપ કરી રહ્યા છે.
ઉતરાણ નો તહેવાર 14 જાન્યુઆરી ના દિવસે હોઈ છે પરંતુ પતંગ ચગાવવાની શરૂઆત મહિના દિવસ પહેલાથી થઈ જતી હોય છે ત્યારે સ્થાનિકો ની માંગ છે કે સરકાર ઉતરાણ ના દિવસે 14 જાન્યુઆરી ના દિવસે પતંગ ચગાવવાની છૂટ આપે જેથી આવી દુઃખદ ઘટના બનતી અટકાવી શકાય ,ઉપરાંત લાગતા વળગતા અધિકારીઓ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વેંચતા દુકાનદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે જેથી આવી ઘટના અટકાવી શકાય.